avatar
History (GPSC/GSSSB)
@History_PSC
29.07.2024 10:09
લોકમાન્ય તિળક (1856-1920)

✍તેઓ જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમનો જન્મ 23 જુલાઈ, 1856ના રોજ મહારાષ્ટ્રના રત્નાગીરીમાં થયો હતો. "

→ તેમણે મરાઠી ભાષામાં 'કેસરી' અને અંગ્રેજી ભાષામાં 'ધી મરાઠા' વર્તમાનપત્રો શરૂ કર્યા. પોતાના અખબારોમાં સરકારની આકરી ટીકા કરવા બદલ તેમને છ વર્ષની આકરી કેદની સજા કરવામાં આવી.

→ તેમણે પ્રથમ વખત ઈ.સ. 1890માં મુંબઈ ખાતે આયોજિત કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લીધો હતો.

→ તેમણે ઈ.સ 1906માં કોંગ્રેસના કલકત્તા અધિવેશનમાં 'સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ' અને 'સ્વરાજ પ્રાપ્તિ વગર આપણુ જીવન અને ધર્મ નકામા છે.' જેવા સૂત્રો આપ્યા હતા.

→ ઈ.સ. 1916માં પૂણે ખાતે તેમણે 'હોમરૂલ લીગ'ની સ્થાપના કરી.

✍ તેમણે મહારાષ્ટ્રમાં 1892માં 'ગણેશ ચર્તુથી' અને 1895માં 'શિવાજી જયંતી' ઊજવવાનું શરૂ કર્યું.

@History_PSC
👍 4
2 579

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram