avatar
Culture
Переслано от Culture
09.03.2023 10:34
🛕 ગણેશ મંદિર ઘુમલી 🛕

👉🏻દેવ ભૂમિ દ્વારકા જિલ્લાના ભાનવડ તાલુકાના બરડા ડુંગરના સાનિધ્યમાં આવેલ ઘુમલી એ આપણા સુવર્ણકાલીન ઇતિહાસને સાચવીને બેઠું છે.

👉🏻 ઘુમલી એ મુખ્યત્વે નવલખા મંદિર માટે પ્રખ્યાત છે, પરંતુ અહીં એ જ સમયનું ગણેશમંદિર આવેલ છે, જે નવલખા મંદિરના પાછળની બાજુ જોઈ શકાય છે.

👉🏻 આ ગણેશમંદિરનું બાંધકામ 9મી 10મી સદીનું જણાય છે,

👉🏻 અહીં મંદિરનું ભોંયતળિયું નવમી સદીનું લાગે છે અને તેમાં કરેલું અલંકરણ પછીના સમયનું લાગે છે,

👉🏻 તેમાં કરેલું બાંધકામ 10મી સદીનું જણાય છે. મંદિરનું શિખર એ ખુબ જ કલાત્મક કોતરણીકામ ધરાવે છે. હાલમાં મંદિરમાં કોઈ મૂર્તિ નથી.
👍 7
6 3.2K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram