avatar
Gujarat Information
@officialinfogujarat
29.04.2026 09:57
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત; તા. 1 - 2 મેના રોજ સુરત ખાતે યોજાનાર VGRC દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ પર કેન્દ્રિત તેમજ વૈશ્વિક ભાગીદારી સાથે રોકાણની નવી તકો ઊભી થશે...

🔹 VGRCના ઉદ્ઘાટન સત્ર પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્ય સંબોધન કરશે તેમજ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉદ્ઘાટન ભાષણ અને પ્રસ્તુતિ આપશે; બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન સેમિનાર, પેનલ ચર્ચા અને રાઉન્ડ ટેબલ શ્રેણીનું આયોજન કરાશે...

🔹 VGRC દરમિયાન ટેક્સટાઇલ, જેમ્સ એન્ડ જ્વેલરી, કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ, ગ્રીન એનર્જી ઇકો સિસ્ટમ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, ઇકો ટુરિઝમ, સ્ટાર્ટ-અપ્સ અને MSME પર ક્ષેત્રીય સેમિનાર યોજાશે...

🔹 VGRCની સાથે તા. 1 થી 5 મે દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશનનું પણ આ સ્થળે આયોજન કરાશે જે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડના ઉદ્યોગ, MSME, સ્ટાર્ટ-અપ્સ અને સરકારી વિભાગો માટે ઉન્નત પ્લેટફોર્મ પ્રદાન કરશે...

#VibrantGujaratRegionalConference
#VGRC
#VGRC2026
#GujaratInformation29863
👏 5
👍 1
3 3.5K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram