વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) દક્ષિણ ગુજરાત; તા. 1 - 2મેના રોજ સુરત ખાતે યોજાનાર VGRC થકી ટેક્સટાઈલ અને ઔદ્યોગિક વિકાસને મળશે નવી દિશા...
🔹16મી સદીનું અગ્રણી વેપારી મથક અને સમૃદ્ધ બંદર સુરત હવે વૈશ્વિક ઓળખ ધરાવતું 'સિલ્ક સિટી' બન્યું; VGRC થકી સુરતના ટેક્સટાઈલ સેક્ટરમાં નવી તકોના દ્વાર ખુલશે…
🔹દક્ષિણ ગુજરાતનો ટેક્સટાઈલ ઉદ્યોગ ગુજરાતના ઈન્ડસ્ટ્રીયલ ગ્રોથનું એન્જિન; વિશ્વના કુલ કાપડ ઉત્પાદનમાં 30 ટકા, મેન-મેઈડ ફાઈબર ક્ષેત્રે ભારતનો 65 ટકા અને ગુજરાતના કુલ GDPમાં સુરતનો 25 ટકાથી વધુનો હિસ્સો…
🔹VGRCથી સુરતના ટેક્સટાઈલ સેક્ટરમાં મોટાપાયે વિદેશી રોકાણ (FDI) આકર્ષાશે, આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધું નેટવર્કિંગ વધશે અને નવીનતમ ટેક્નોલોજીના આદાન-પ્રદાનથી સ્થાનિક ઉત્પાદકો વૈશ્વિક સ્પર્ધામાં વધુ મજબૂત બનશે, જે આખરે સુરતને વિશ્વના અગ્રણી ટેક્સટાઈલ હબ તરીકેની છબીને વધુ મજબૂત બનાવશે...
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram