માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમદાવાદના કેમ્પ હનુમાન મંદિરથી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું; આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હનુમાન દાદાની પૂજા-અર્ચના કરી, રાજ્યના નાગરિકોની સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી...
સવારે સામૂહિક હનુમાન ચાલીસાના પાઠ બાદ આ યાત્રાનો પ્રારંભ થયો; આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હનુમાનજીના રથની આરતી ઉતારી અને શ્રીફળ વધેરીને શોભાયાત્રાના મુખ્ય રથને પ્રસ્થાન કરાવ્યું...
હનુમાનજીની શોભાયાત્રામાં ગજરાજ, ઊંટગાડી, વિશાળ ગદા, ટ્રક ઉપરાંત ‘ઑપરેશન સિંદૂર’નો ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યાં; તેમજ ભજન મંડળીઓ સાથે મોટી સંખ્યામાં ભક્તો જોડાયા અને યાત્રાના રૂટ પર ઠેર ઠેર રથયાત્રાનું સ્વાગત કરાયું...
#GujaratInformation29845
👍2
3 2.6K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram