avatar
Gujarat Information
@officialinfogujarat
28.03.2026 18:17
GIFT સિટી: ભારતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય નાણાકીય અને IT હબ…

�� ગાંધીનગરમાં સ્થિત ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી (GIFT સિટી) ભારતનું પ્રથમ સંપૂર્ણ કાર્યરત વૈશ્વિક નાણાકીય અને આઇટી હબ તરીકે ઉભરી આવ્યું છે…

�� ગિફ્ટ સિટીમાં આજે 1150 થી વધુ IFSCA-રજિસ્ટર્ડ સંસ્થાઓ કાર્યરત છે; બેંકિંગ ક્ષેત્રનો પણ નોંધપાત્ર વિકાસ થયો છે, જે $106 બિલિયન સુધી પહોંચ્યો છે…

�� ગિફ્ટ સિટી ખાતે વર્ષ 2030 સુધીમાં 1,00,000 થી વધુ રોજગારીઓનું સર્જન થવાની સંભાવના છે, જેમાં કમર્શિયલ (વ્યાપારી), રેસિડેન્શિયલ (રહેણાંક) અને ઇન્સ્ટિટ્યૂશનલ (સંસ્થાકીય) બાંધકામો માટે મોટા પાયા પર થનારા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણનું મોટું યોગદાન રહેશે…

�� વૈશ્વિક સ્તરે, ગિફ્ટ સિટી ભારતના આંતરરાષ્ટ્રીય ફાયનાન્શિયલ ગેટવે તરીકે કાર્ય કરે છે, જેની પહોંચ દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ જેવા કાર્યક્રમો અને મિલાન, ઝ્યુરિક, હોંગકોંગ, જર્મની અને ઑસ્ટ્રિયા જેવા મુખ્ય નાણાકીય કેન્દ્રો સુધી છે…

#GujaratInformation29789
👍 3
👌 1
14 3.3K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram