avatar
Gujarat Information
@officialinfogujarat
27.03.2026 14:50
ઉનાળુ મગફળીના પાકમાં સંકલિત રોગ-જીવાતના અસરકારક નિયંત્રણ માટે ખેતી નિયામકશ્રીની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર...

➡️ મોલો જેવી જીવાતોના નિયંત્રણમાં પરભક્ષી કીટકો - દાળીયા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, તેથી જો દાળીયાની વસ્તી વધારે હોય તો રાસાયણિક દવાનો ઉપયોગ ટાળવો
➡️ લશ્કરી ઈયળના નિયંત્રણ માટે શરૂઆતથી જ હેક્ટરે પાંચ મુજબ ફેરોમોન ટ્રેપ લગાવવી
➡️ જીવાત ક્ષમ્ય માત્રાએ પહોંચે કે તરત જ નિયંત્રણ માટે લીંબોળીના મીજનું 5 ટકા દ્રાવણનો છંટકાવ કરવો
➡️ મગફળીમાં પાનના ટપકાંના રોગના નિયંત્રણ માટે ઉગાવાના 30, 50 અને 70 દિવસે લીમડાના તાજા પાનના રસનું 1 ટકા દ્રાવણ છંટકાવ કરવું
➡️ દવાઓના વપરાશ સમયે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે-તે પાક માટે ભલામણમાં જણાવ્યા મુજબની કાળજી રાખવી

આ સંબંધિત વધુ વિગતો મેળવવા ખેડૂતોએ તેમના વિસ્તારના ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક - વિસ્તરણ અથવા નાયબ ખેતી નિયામક - તાલીમનો સંપર્ક કરવો...

#GujaratInformation29775
3 2.9K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram