avatar
Gujarat Information
@officialinfogujarat
26.03.2026 16:28
કચરામાંથી કંચન..!!
આ છે ગ્રામીણ સમૃદ્ધિનો નવો "રાષ્ટ્રીય માપદંડ"

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા બાયો-સીએનજી સેક્ટરને પ્રોત્સાહન આપવા બજેટમાં ₹60 કરોડની વિશેષ જોગવાઈ; આ મોડલને અનુરૂપ રાજ્યમાં તબક્કાવાર 10 બાયો-સીએનજી પ્લાન્ટ સ્થાપિત કરવાનું લક્ષ્ય…

નવીન બાયો-સીએનજી પ્લાન્ટની સ્થાપના થકી જૈવિક કચરાને સ્વચ્છ બળતણ અને જૈવિક ખાતરમાં રૂપાંતરિત કરવામાં આવશે; સાથે જ વાર્ષિક કાર્બન ઉત્સર્જનમાં લગભગ 6750 ટનનો ઘટાડો થશે…

બનાસકાંઠામાં દૈનિક 40 મેટ્રિક ટન ગોબર પ્રોસેસિંગની ક્ષમતાવાળો બનાસ બાયો-સીએનજી પ્લાન્ટ છેલ્લા 6 વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત; ‘વેસ્ટ ટુ વેલ્થ’ અને હરિત ઊર્જાના વિઝનને સાકાર કરતા ગુજરાતનું ‘બનાસ બાયો-સીએનજી’ મોડલ દેશના 15 રાજ્યો માટે પ્રેરણારૂપ…

#GujaratInformation29766
👌 7
4 3.3K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram