avatar
Gujarat Information
@officialinfogujarat
25.03.2026 21:15
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને ‘નાગરિક દેવો ભવઃ’ના ઉદારતમ અભિગમ સાથે જનસમસ્યાના ત્વરિત નિવારણ માટે સંબંધિત જિલ્લાઓના વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી…

સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમના ઉપક્રમે માર્ચ-2026ના રાજ્ય સ્વાગતમાં 100થી વધુ અરજદારો પોતાની રજૂઆત સાથે ઉપસ્થિત રહ્યા; જિલ્લા સ્વાગતની 1218 અને તાલુકા સ્વાગતની 2294 રજૂઆતો-પ્રશ્નો સંદર્ભમાં યોગ્ય ઉકેલની કાર્યવાહી હાથ ધરવામાં આવી...

સરદાર કૃષિનગર યુનિવર્સિટી દાંતીવાડામાં છેલ્લા 40 વર્ષથી ચાલતી પ્રાથમિક શાળામાં ભણતા 300 બાળકોના હિતમાં તાત્કાલિક ધોરણે શાળાના બાંધકામ માટે સૂચના...

ખેતરમાંથી પસાર થતી ભૂગર્ભ ગટર લાઈનના લીકેજથી પાકને થતું નુકસાન, ખેતરનું ધોવાણ અટકાવવા તેમજ ખેતરમાં જવા માટેના રસ્તાનું દબાણ હટાવવા સહિતના ખેડૂતોના પ્રશ્નો અંગે સ્થાનિક વહીવટી તંત્રને તાકીદના ધોરણે નિરાકરણના લાવવા આદેશ…

#GujaratInformation29759
2 3.6K

Обсуждение 0

Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.

Обсудить в Telegram
Открыть в Telegram