✔️ ઈ.સ. 1923માં હાલના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની પ્રજાને હેરાન કરતા બાબરિયા દેવ નામના બહારવટીયાને કાબૂ કરવા સ૨કારે કરેલ વધારાની પોલીસની ભરતી અને નાખેલા 'હેડિયાવેરા' (માથાદીઠ 2.5 રૂપિયા અથવા 2 રૂપિયા 7 આના) નો વિરોધ થયો. વે૨ાની સમગ્ર ૨કમ 2,74,000રૂા. થતી હતી.
✔️ પ્રજા માટે એકબાજુ સરકાર અને બીજી બાજુ બહારવટિયાનો ત્રાસ વધતા વલ્લભભાઈ પટેલની આગેવાની હેઠળ ગુજરાત પ્રાંતીય સમિતિએ વેરો ન ભરવા–જપ્તી, દંડ અને સજા વહો૨ીને સત્યાગ્રહ શરૂ કર્યો.
✔️ સરદાર પટેલે ગવર્નર લેસ્સી વિલ્સનને તપાસ કરવાની ફ૨જ પાડી. પરિણામે 5 જાન્યુઆરી, 1924ના રોજ 'હેડિયાવેરો' રદ કરી જપ્ત થયેલો રૂ. 900નો દંડ પરત કર્યો એટલે સત્યાગ્રહનો સફળ અંત આવ્યો.
✔️ ગાંધીજીના અંગત મંત્રી (રહસ્યમંત્રી) મહાદેવભાઈ દેસાઈએ બોરસદ સત્યાગ્રહને 'ક્ષિપ્ર વિજયી સત્યાગ્રહ' તરીકે ઓળખાવ્યો હતો.
✔️ બોરસદના બહારવટીયાઓને સાચો માર્ગ બતાવનાર વ્યકિત રવિશંકર મહારાજ હતા.
Copied By :- સાંદીપનિ અકાદમી અમરેલી
👍12
🔥3
🥰2
2.5K
Обсуждение
0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram