*Date - 9/09/2020*
*��મેળા ભાગ 18*
*�� કવાંટ નો મેળો*
➡️ઉત્તર ગુજરાતના ગરાસિયા આદિવાસીઓની જેમ પૂર્વ ગુજરાત ના *રાઠવા આદિવાસીઓ*ને સંગીત , નૃત્ય , રંગીન પોશાક અને આકર્ષક ઘરેણાંનો અનહદ શોખ હોય છે. વડોદરાથી આશરે ૧૦૦ કિ.મી. અંતરે આવેલાં રાઠવા આદિવાસીઓના મૂળ વતન *છોટા ઉદેપુરમાં* એટલે કે, પંચમહાલના છેડે મધ્યપ્રદેશની સરહદે આવેલા *ક્વાંટ ગામમાં હોળી પછીના પાંચમા દિવસે આ મેળો ભરાય છે.*
➡️પચ્ચીસ ગામોમાંથી અને મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાંથી આદિવાસીઓ રંગબેરંગી કપડાં પહેરી મેળો માણવા આવે છે. સાથોસાથ અનેક દેશોમાંથી ઘણાં લોકો આદિવાસી સંસ્કૃતિનું રસપાન કરવા આ મેળામાં આવે છે. રાઠવા આદિવાસીઓ કુશળ બાણાવળી હોય છે. રાઠવાઓ વનરાજીથી છવાયેલાં જંગલોમાં ઘાસ , વાંસ , પાંદડા અને માટીથી બનાવેલા ઘરોમાં રહે છે. હવે તો તેઓ જાતે બનાવેલી સ્થાનિક માટીની ટાઈલ્સનો ઉપયોગ કરતાં થયાં છે. આ લોકો માટીથી લીંપેલી દિવાલો ઉપર પીઠોરા નું ચિત્રણ પણ કરે છે. આ પીઠોરા ના ચિત્રણ પછી તેઓ માને છે કે, ઈશ્વર તેમના ઘર માં વસ્યા છે.
➡️ *આવું જ ચિત્ર મેળામાં પુરુષો પોતાના આખા શરીર પર સફેદ ટપકાં કરીને કરે છે. સાથોસાથ મોરના પીછાં , વાંસની રંગીન ટોપી અને બળદના ગળે બાંધી શકાય તેવા મોટા ઘૂઘરાનો કંદોરો બનાવી કેડ ઉપર પહેરે છે. ત્યારબાદ ઢોલ પર વાગતા નાદ સાથે તાલ મેળવી યુવતીઓને રીઝવવા નૃત્ય કરે છે. આમ નૃત્ય સમયે એક સરખા તાલબદ્ધ વાગતા ઘૂઘરાનો અવાજ કર્ણપ્રિય હોય છે. આદિવાસીઓના આ મેળામાં લગ્ન સંબંધો પણ બને છે જે સામાજિક જીવનને ધબકતું રાખે છે.*
➡️ મેળા દરમિયાન રાઠવા આદિવાસીઓ માટીમાંથી બનાવેલા ઘોડા અને અન્ય દૈવી આકૃતિઓને ગામની બહાર આવેલાં દેવના સ્થાનકે મૂકી આવે છે અને માને છે કે , દેવને તેઓએ ખુશ કર્યા છે . આદિવાસીઓના દરેક મેળાની જેમ આ મેળામાં પણ સંગીત નૃત્યનું ખાસ મહત્ત્વ છે . પાવા , ઢોલ , તૂર અને પીછો જેવા સંગીતના સાધનો સાથે મેળાનું દૃશ્ય આકર્ષક બને છે . મેળામાં સામેલ આદિવાસીઓનો રંગબેરંગી પોશાક અને સુંદર ઘરેણાં તેમને અન્યથી જુદા પાડે છે. ક્વાંટનો મેળો અન્ય આદિવાસી મેળા કરતાં ભિન્ન , પરંતુ સંસ્કૃતિને જાળવનારો અને ઉજાગર કરનારો મેળો છે.
*��J@Y bhai*
*�� સોર્સ : ગુજરાતના લોકઉત્સવો અને મેળા સરકારી પુસ્તક*
@Culture_of_Guj_India
Обсуждение 0
Обсуждение не доступно в веб-версии. Чтобы написать комментарий, перейдите в приложение Telegram.
Обсудить в Telegram